Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજકોટના રમણીય રેસકોર્સ મેદાનમાં આગામી તા.૧૭ના સાંજે ૪ વાગ્યે સૌરાષ્ટ્રના સૌથી મોટો લોકમેળો ખુલ્લો મુકાશે જેમાં આ વખતે અનેકવિધ આકર્ષણો ઉમેરાયા છે. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આજે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે મેળાનું નામ 'આઝાદીનો અમૃત લોકમેળો 'નક્કી કરાયું છે જેમાં લોકોને સલામત,સસ્તુ, સ્વચ્છ મનોરંજન મળે અને હાઈજેનિક ફૂડ મળે તે માટે તડામાર તૈયારીઓ કરીને આજે સ્થળ સમીક્ષા કરવામાં આવી હતી.

18 લાખની વસ્તી ધરાવતા મહાનગરમાં આ એકમાત્ર લોકમેળો યોજાય છે જેમાં પૂર્વાનુભવ મૂજબ સૌરાષ્ટ્રભરમાંથી પાંચ દિવસમાં 12થી 15 લાખ લોકો ઉમટતા હોય છે. આ અન્વયે રેસકોર્સ ફરતે અઢી કિ.મી.ના રીંગરોડને તા.17થી 21 ઓગસ્ટ દરમિયાન વાહન વ્યવહાર માટે બંધ કરાશે. જેને અનુલક્ષીને રાજકોટ CP રાજુ ભાર્ગવએ જાહેરનામુ બહાર પાડી રેસકોર્ષ ફરતેના રસ્તાઓને નો-પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે. તેમજ વાહન વ્યવહાર માટે અમુક રસ્તાઓ બંધ કર્યા છે. આ જાહેરનામુ 21 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. કયાં કયાં વાહન પાર્ક નહિ કરી શકાય અને કેટલા રસ્તા ખુલ્લા રહેશે, કેટલા બંધ રહેશે અને ફ્રી-પાર્કિંગ કયાં કયાં થઇ શકશે તેની વિગતો આ મુજબ છે.