રાજકોટ-જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક નવું કોર્ટ સંકુલ શરૂ થયા પછી વકીલોએ જિલ્લા કલેકટર તંત્ર પાસે આ નવા કોર્ટ સંકુલની બાજુમાં 5 એકર જમીન માટે માગણી કરી છે. વકીલોના વેલ્ફેર માટે સરકાર પાસે જગ્યાની માંગણી કરવામાં આવી હતી. જેની મંજૂરી મળતા જંત્રી ભાવ મુજબ એક ટકા પ્રોસેસ ફી ભરવા પત્ર બાર એસોસિએશનને આપવામાં આવેલ છે, જે પ્રક્રિયા હાલ ચાલુમાં છે.
"5 એકર જમીન ફાળવી શકાય તેમ છે"
રાજકોટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, રાજકોટ બાર એસોસિએશન દ્વારા વકીલોના વેલ્ફેર માટે જમીનન માંગણી સરકાર પાસે કરવામાં આવી છે. રાજકોટ જામનગર રોડ પર ઘંટેશ્વરમાં સર્વે નંબર 150માં આ પ્રકારે 5 એકર જમીન ફાળવી શકાય તેમ છે માટે વર્તમાન બજાર કિંમતે આ જમીન આપવાની થાય તો આ માટે પ્રોસેસ ફી પેટે એક ટકા રકમ વર્તમાન જંત્રી ભાવ મુજબ ભરવાની રહેશે તેવો પત્ર પણ આપવામાં આવ્યો છે. જે ભરવા માટેની પ્રોસેસ રાજકોટ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવી રહી છેૉ.