24 ડિસેમ્બરે સતત ત્રીજા દિવસે ઓલટાઇમ હાઈ પર છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર સોનું 352 રૂપિયા વધીને 1,36,635 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. આ પહેલાં મંગળવારે એ 1,36,283 રૂપિયા પર હતું.
1 કિલો ચાંદીની કિંમત 7,934 રૂપિયા વધીને 2,18,954 રૂપિયા પ્રતિ કિલોના ઓલટાઇમ હાઈ પર પહોંચી ગઈ છે. ગઈકાલે એની કિંમત ₹2,11,020/કિલો હતી. 10 દિવસમાં ચાંદી 30,673 રૂપિયા મોંઘી થઈ છે. 11 ડિસેમ્બરે એની કિંમત 1,88,281 રૂપિયા પ્રતિ કિલો હતી.
IBJAના સોનાના ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ હોતા નથી, તેથી શહેરોના ભાવ એનાથી અલગ હોય છે. આ ભાવોનો ઉપયોગ RBI સોવરિન ગોલ્ડ બોન્ડના ભાવ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના ભાવ નક્કી કરવા માટે એનો ઉપયોગ કરે છે.