ગુજરાતીઓનું લક્ષ્ય હંમેશા વારસાને સમૃદ્ધ કરવાનું રહ્યું છે. છેલ્લા એકાદ-બે દાયકાથી ગુજરાતીઓ દીકરા-દીકરીને શ્રેષ્ઠ શિક્ષણ આપવા સાથે તેઓની અલગ વેલ્થ ક્રિએટ કરવા ફોકસ કરી રહ્યાં છે. આ મુદ્દે દર્શાવ્યું કે દેશભરમાં સરેરાશ 17 કરોડથી વધારે ડીમેટ એકાઉન્ટ છે જેમાં સરેરાશ ત્રણ ટકા એટલે કે 51 લાખથી વધુ ડીમેટ એકાઉન્ટ માઇનોરના છે. જોકે આ રેશિયો ગુજરાતમાં સૌથી વધુ જોવા મળ્યો છે.
ગુજરાતમાં કુલ 1.5 કરોડ ડીમેટ એકાઉન્ટમાંથી સરેરાશ પાંચ ટકા એટલે કે 7.5 લાખથી વધુ ડીમેટ એકાઉન્ટ માઇનોરના છે. મોટાભાગના ગુજરાતીઓ માઇનોર ડીમેટ એકાઉન્ટમાં સૌથી વધુ આઇપીઓની અરજી કરી રહ્યાં છે એટલું જ નહિં મોટા ભાગના ઉદ્યોગકારો-એચએનઆઇ વર્ગ ટોચની કંપનીઓના શેર્સમાં પણ રોકાણ કરી રહ્યાં છે. ગુજરાતનાં માઇનોર ડીમેટ એકાઉન્ટમાં સરેરાશ 75000 કરોડથી વધુના શેર્સ, આઇપીઓ તથા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ રહેલું છે.
માઇનોર ડીમેટ એકાઉન્ટમાં કરવામાં આવી રહેલું રોકાણ લાંબાગાળાનું હોય છે જે આકર્ષક રિટર્ન સાથે વેલ્થ ક્રિએટ કરી આપે છે. આઇપીઓ ઉપરાંત કોઇપણ પ્રકારના શેર લે-વેચ કરી શકાય છે. આ તમામ પ્રક્રિયા માતા-પિતાના પાન નંબરના આધારે રોકાણ કરવામાં આવે છે. શેર ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ સૌથી વધુ રોકાણ માઇનોરના નામે થઇ રહ્યું છે.