યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને પશ્ચિમી મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો છે. અમેરિકી જર્નાલિસ્ટ કાર્લસન સાથેની વાતચીત દરમિયાન પુટિને અમેરિકાથી યુક્રેનમાં લડાઈ બંધ કરવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે પહેલીવાર સંકેત આપ્યો કે વોશિંગ્ટન અને મોસ્કો યુદ્ધ પર બેક-ચેનલ શાંતિ મંત્રણામાં સામેલ હતા. પુટિને ચેતવણી પણ આપી કે જો અમેરિકા યુક્રેનમાં સેના મોકલવાની ઈચ્છા રાખે છે તો ત્રીજા વિશ્વયુદ્ધ સુધી લઈ જશે.
બોરિસ જોનસને શાંતિ સમજૂતીને નુકસાન પહોંચાડ્યું: યુક્રેનના મુખ્ય મંત્રણાકાર સાથે ઇસ્તંબુલમાં એક શાંતિ સમજૂતી નક્કી થઈ હતી. પરંતુ બ્રિટનના પૂર્વ પીએમ બોરિસ જોનસને તેને રદ્દ કરી દીધી, જેથી યુદ્ધ 18 મહિના આગળ વધ્યું.
• રશિયાનો યુક્રેની ક્ષેત્ર પર ઐતિહાસિક દાવો: પુટિને રશિયન વિસ્તારના સદીઓ જૂના ઐતિહાસનું વિવરણ કરતા યુક્રેની ક્ષેત્ર પર તેના દાવાને યોગ્ય ઠેરાવ્યા. તેમણે તર્ક આપ્યો કે રોમાનિયા અને હંગરીનો કેટલોક વિસ્તાર યુક્રેનનો ભાગ છે. તે તેના એ વિસ્તાર પર ફરી દાવો કરી શકે છે. જોકે, આવું કરવાનો તેને કોઈ અધિકાર નથી, પરંતુ અહીં ઓછામાં ઓછું સમજાય તો છે.
• અમેરિકી પ્રશાસનમાં પરિવર્તનની યુદ્ધ પર અસર: 2024ની અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે પુટિને કહ્યું કે અમેરિકામાં પ્રશાસનમાં પરિવર્તનથી યુદ્ધ માટે એક અલગ દૃષ્ટિકોણ નક્કી ન હોય શકે. તેમણે કહ્યું કે આ રાજનેતા બાબતે નથી પરંતુ, આ સમાજના સંપન્ન વર્ગની માનસિકતા પર આધાર રાખે છે.