ફંડ મેનેજર એક મર્યાદા કરતા વધુ જોખમ લઇ શકતા નથી જેને કારણે ક્યારેક રિટર્ન અપેક્ષા કરતાં ઓછું રહે છે. પરંતુ માર્કેટમાં કડાકા સમયે પણ નુકસાન ઓછુ થાય છે. રોકાણકારોએ માર્કેટમાં મંદીને નજરઅંદાજ કરીને લાંબા ગાળાના રિટર્ન પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના CEO એન.એસ વેંકટેશ ભાસ્કરના ભીમ સિંહ સાથે રોકાણનાં કેટલાંક પાસાંઓ અંગે જણાવી રહ્યાં છે. ચાલો તેના મુખ્ય અંશો વાંચીએ.
મુખ્યત્વે ઇક્વિટી ફંડમાં ટ્રેન્ડ છે. જેના બે મુખ્ય કારણો તાજેતરના વર્ષોમાં શેરમાર્કેટમાં વોલેટિલિટી વધવી અને પેસિવ ફંડનો ઓછો ખર્ચ છે. વાસ્તવમાં રોકાણકારોને માર્કેટમાં જોખમ વધ્યું હોવાનું લાગે છે. આ વચ્ચે તેમને રિટર્ન ઘટવાની આશંકા છે. જેને કારણે રોકાણનો ખર્ચ ઓછો રાખવા માંગે છે. પેસિવ સ્કીમ્સમાં ફંડ મેનેજરોની ભૂમિકા ઓછી હોવાથી, તેનો ખર્ચ પણ ઓછો હોય છે.
દેશમાં આ પ્રકારના ફંડને કેટલાક અંશે સફળતા મળતી જોવા મળી રહી છે. પરંતુ જો તમે આંતરરાષ્ટ્રીય માર્કેટ અને ઇટીએફમાં સીધુ રોકાણ કરવા ઇચ્છુક નથી તો ફંડ ઑફ ફંડ્સ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે છે. તાજેતરમાં ઇક્વિટી માર્કેટમાં કરેક્શનનું કારણ? આ ટ્રેન્ડ ક્યારે બદલાશે? પ્રોફિટ બુકિંગને કારણે માર્કેટમાં કરેક્શન છે. જે રોકાણકારોને જોરદાર રિટર્ન મળી રહ્યું છે અથવા ટાર્ગેટની કિંમત મળી રહી છે તે એક્ઝિટ કરી રહ્યાં છે. મારા મતે તહેવારો દરમિયાન ઑક્ટોબર-નવેમ્બરથી ઇક્વિટી પ્રવાહ વધે તેવી શક્યતા છે.