માનવીના શરીરમાં દરેક અંગનું મહત્વ હોય છે. જો કોઈપણ અંગ ખામીયુક્ત હોય તો જીવનમાં નાની-મોટી તકલીફો પડતી હોય છે. તેથી, જીવન પ્રત્યે અણગમો પણ થતો હોય છે. પરંતુ જ્યારે તેનો સમયસર ઈલાજ અને સારવાર થાય તો જીવન આનંદથી જીવી શકાય છે. આવું જ કંઈક બન્યું છે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના હલેન્ડા ગામના મજુરી કરતા એક પરિવારમાં. જે બીમારીના લીધે બાળકીને તેના સગાં મા બાપએ તરછોડી દીધી હતી એ જ બીમારીમાંથી રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ટીમે સારવાર આપતાં બાળકીને નવું જીવન મળ્યું છે અને તે સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી રહી છે.જેના પગલે તેને દત્તક લેનારા માતા પિતા પણ રાજી થયા છે. ગત તા. ૧૬ જૂન, ૨૦૨૪ના રોજ એક જરૂરિયાતમંદ પરિવારમાં મયુરીનો અધુરા મહીને જન્મ થયો. જેને લીધે તે એનીમિક હતી અને તેને આંખના પડદાની બીમારી હતી.
આથી બાળકીને તેના માતા-પિતાએ તરછોડી દીધી. જેને રમેશભાઇ મિયાત્રાએ દત્તક લીધી. બાળકીને માતાનું ધાવણ પણ ન મળતા, તેનું વજન ખૂબ જ ટૂંકા સમયમાં વધુ પ્રમાણમાં ઘટવા લાગ્યું. આ કપરી પરિસ્થિતિમાં આર.બી.એસ.કે. (રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ) ટીમ અને આરોગ્ય સ્ટાફ દ્વારા કાંગારું મધર કેર અને ફોર્મ્યુલા મિલ્કની સારવાર શરૂ કરાઇ. પરંતુ તેનાથી વજનમાં જોઇએ તેવો વધારો ન થયો. ઉપરાંત, બાળકીનું વજન ઘટવા લાગ્યું. ત્યાર બાદ તા. ૨૬ જુલાઈ, ૨૦૨૪ના રોજ આર.બી.એસ.કે. ટીમે નિદાન કરતા બાળકીના એનીમિયાની તેના પાલક માતા-પિતાને જાણ કરતાં તેઓ સારવારના ખર્ચની ચિંતા કરવા લાગ્યા.મયુરીના પરિવારમાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા. ત્યારે આર.બી.એસ.કે. ટીમે સમજાવટથી કામ લીધું. અને ન્યુટ્રીશન રિહેબીલીટેશન કેન્દ્ર ખાતે રીફર કરવામાં આવી.