વિજ્ઞાનીઓના ધ્યાને એક ધૂમકેતુ આવ્યો છે, જે ધરતી તરફ આવી રહ્યો છે અને ગમે ત્યારે વિસ્ફોટ પામશે. તેના કારણે 1908માં રશિયાના તુંગાસ્કામાં થયેલા મહા વિસ્ફોટની યાદ તાજી થઈ છે. તુંગાસ્કામાં ત્યારે ધૂમકેતુ અથડાતાં સમગ્ર ધરતી ધ્રુજી ઊઠી હતી. આ ધૂમકેતુ 30મી ડિસેમ્બરે આકાશમાં જ વિસ્ફોટ પામે એવી શક્યતા છે. આમ તો તેનું નામ ‘કોમેટ-12પી’ છે, પરંતુ તેની પ્રકૃતિ જોતાં વિજ્ઞાનીઓએ ‘ડેવિલ કોમેટ (રાક્ષસી ધૂમકેતુ)’ નામ આપ્યું છે.
2 સદી પહેલા 1812માં સૌથી પહેલા આ ધૂમકેતુની ઓળખ થઈ હતી. ત્યારથી વિજ્ઞાનીઓ તેનું અવલોકન કરે છે. એ ધૂમકેતુ ક્રાયોવોલ્કેનો પ્રકારનો છે એટલે કે દર 15 દિવસે તેમાં વિસ્ફોટ થાય છે અને ચો-તરફ ગેસ-રાખ-વાદળનો ફૂવારો છોડે છે. હવે એ મહાવિસ્ફોટની તૈયારીમાં છે.