રાજકોટમાં સ્ત્રીના ન્યૂડ ફોટા વાઇરલ કરવાના ગુનામાં આરોપીને 5 વર્ષની સજા અદાલતે ફટકારી છે. કોર્ટે દુષ્કર્મના કેસમાં આરોપીને છોડી મુક્યો પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની કલમ 66 અને 67 હેઠળ સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે.
મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યું
ગત તારીખ 25 જુલાઈ 2017ના રોજ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં સ્ત્રી ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી હેમંતભાઈ ધનજીભાઈ પાંભરે ફરિયાદી સ્ત્રી ઉપર દુષ્કર્મ ગુજારી તેના નગ્ન ફોટા પાડી મોબાઈલ ફોનમાં આરોપીએ વાઇરલ કર્યા હતા. પોલીસે આરોપી હેમંતભાઈ ધનજીભાઈ પાંભરની ધરપકડ કરી જેલ હવાલે કર્યો અને આરોપી વિરુદ્ધ પુરાવો એકઠો કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
નગ્ન ફોટા વાઇરલ કર્યા
આ કેસ સેશન્સ કોર્ટમાં શરૂ થતા કોર્ટમાં ફરિયાદી સ્ત્રીની જુબાની લેવામાં આવી તથા ડોકટર અને પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવી અને સરકારી વકીલ દ્વારા લેખિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યા તે તમામ પુરાવાઓને ધ્યાને લઈ તેમજ સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયાએ દલીલ કરી કે આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે અને આરોપીએ ફરિયાદી સ્ત્રીના ન્યૂડ ફોટા પાડી મોબાઈલ મારફતે વાઇરલ કરી ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે.