ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રિકોણીય શ્રેણી રમાઈ રહી છે. સોમવારે લાહોરમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 4 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 6 વિકેટે 304 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડે ફક્ત 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો.
ભૂતપૂર્વ કિવી કેપ્ટન કેન વિલિયમસને સદી ફટકારી હતી. તેની સદી ODIમાં 2059 દિવસ પછી આવી. ડેવોન કોનવે 97 રન બનાવીને આઉટ થયો હતો. સાઉથ આફ્રિકા માટે પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા વિકેટકીપર બેટર મેથ્યુ બ્રીટ્ઝકેએ ૧૫૦ રન બનાવ્યા. ડેબ્યૂ વન-ડેમાં કોઈપણ ખેલાડી દ્વારા આ સૌથી વધુ સ્કોર છે.
સાઉથ આફ્રિકા તરફથી મુલ્ડરે ફિફ્ટી ફટકારી ગદ્દાફી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. સાઉથ આફ્રિકા તરફથી મેથ્યુ બ્રીટ્ઝકે 148 બોલમાં 150 રન બનાવ્યા. તેના સિવાય મુલ્ડરે 60 બોલમાં 64 રન બનાવ્યા. જેસન સ્મિથે 41 અને કેપ્ટન ટેમ્બા બાવુમાએ 20 રન બનાવ્યા.
ચોથી વિકેટ માટે, બ્રીટ્ઝકે અને મુલ્ડરે 114 બોલમાં 131 રન ઉમેર્યા. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરી અને વિલ ઓ'રોર્કે 2-2 વિકેટ લીધી. માઈકલ બ્રેસવેલને પણ 1 સફળતા મળી. જેસન સ્મિથ રન આઉટ થયો.