ઓસ્ટ્રેલિયામાં બાળકોમાં ખોરાક સાથે સંબંધિત વિકારોને રોકવા માટે સ્કૂલના સિલેબસમાં મોટો ફેરફાર લવાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની કરિકુલમ એસેસમેન્ટ એન્ડ રિપોર્ટિંગ ઓથોરિટીએ બીએમઆઈ, વજન, કેલેરી અને ડાયેટિંગ જેવા શબ્દોના સેંકડો સંદર્ભ સ્કૂલનાં પુસ્તકોમાંથી હટાવી દીધા છે. તેને ‘સંતુલિત પોષણ’ જેવી શબ્દાવલીથી બદલાવી દેવાયા છે. ખાણી-પીણી સંબંધિત વિકારોવાળાં બાળકો, યુવાનોના ઉપચારમાં નિષ્ણાત ડો. વિવિએન લુઇસવનું કહેવું છે કે લોકો ઘણીવાર પોતાના કે અન્યોનાં શરીરના આકાર અને ખાણી-પીણી પર શરમ દર્શાવવા ‘જાડા’ જેવા શબ્દનો ઉપયોગ કરે છે.
સાક્ષ્ય દ્વારા જાણવા મળે છે કે બાળકો વચ્ચે આ રીતની વાતચીત ખૂબ નુકસાનકર્તા હોય શકે છે. કેટલાક કિસ્સામાં આ અવ્યવસ્થિત ખાણી-પીણીને પ્રોત્સાહન આપી શકે છે. માટે સ્કૂલના વાતાવરણમાં આપણે લોકોનાં શરીર અને ભોજનની આજુબાજુ ઉપયોગમાં લેવાતી ભાષા પ્રત્યે ખાસ પ્રકારે સાવચેતી રાખવાની જરૂર છે. જ્યારે બાળકો સ્કૂલ જવાનું શરૂ કરે છે તો તે પોતાના શરીર અને પોષણ વિશે શીખે છે.