Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

યાત્રાધામ દ્વારકાને વિકાસ અને સુવિધાઓની વણઝાર નવા વર્ષ 2024માં શરૂ થઈ છે. ત્યારે આ વણઝારમાં વધુ એક વિકાસરૂપી છોગું ઉમેરાયું છે. દ્વારકાના લોકપ્રિય ધારાસભ્ય પબુભા માણેકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરેલી ધારદાર રજૂઆત બાદ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત રૂપિયા ચાર કરોડ સતર લાખના ખર્ચે આ માર્ગને સીસી રોડ બનાવવા માટેની મંજૂરી મળી છે. દ્વારકાની મધ્યમાં આવેલા હાર્દ સમાન ઇસ્કોનગેઇટ ચોકડીથી રણમુક્તેશ્વર મંદિર સુધીના માર્ગનું નવીનીકરણ કરવામાં આવનાર છે. આ માર્ગ નાગેશ્વર જ્યોતિર્લિંગ જવાનો મુખ્ય માર્ગ છે. ઉપરાંત શહેરના બિરલા ઉપનગર તથા અંબુજાનગર અને જિલ્લા પંચાયતની બેઠક વરવાળા અને મીઠાપુરના ગામડાઓ લાગુ પડે છે.