Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

છેલ્લા કેટલાક સમયથી માઇક્રોસૉફ્ટના એક્સબૉક્સ અને સોનીના પ્લેસ્ટેશન પર કન્સોલ-એક્સક્લૂઝિવ ગેમ રમવાના શોખીનોમાં માઇક્રોસૉફ્ટ દ્વારા એક્ટિવિઝનના હસ્તાંતરણના રિપોર્ટ્સને કારણે ચિંતા જોવા મળી હતી. પરંતુ, અમેરિકન એંટીટ્રસ્ટ એજન્સી ફેડરલ ટ્રેડ કમિશન (FTC)એ તેના પર રોક લગાવવાની માંગ કરી છે.


સોફ્ટવેર ઇંક દ્વારા ડેવલપ કરાયેલ એક્ટિવિઝન બિજાર્ડના કૉલ ઓફ ડ્યૂટીથી લઇને એલ્ડન રિંગ જેવી ગેમ્સને 70 ડૉલર (રૂ.5,781) સુધીમાં ખરીદીને પોતાના કન્સોલ અથવા કમ્પ્યુટર પર લોડ કરી શકાતું હતું. પરંતુ માઇક્રોસોફ્ટ 69 અબજ ડૉલર (5.69 લાખ કરોડ રૂપિયા) ની રકમમાં એક્ટિવિઝનનું હસ્તાંતરણ કરીને તેના સમગ્ર ચિત્રને બદલવા માંગે છે. માઇક્રોસોફ્ટ આ ગેમિંગ વર્લ્ડને ક્લાઉડ આધારિત બનાવીને સબ્સક્રિપ્શન સર્વિસ બનાવવા માંગે છે.

અત્યારે એક્સબોક્સ ગેમની પાસે 300 થી વધુ ગેમ્સની લાઇબ્રેરી છે, જેને 10 ડોલર (રૂ.826)ના માસિક સભ્યપદને ખરીદીને તેને એક્સબોક્સ અથવા પીસી પર રમી અથવા ડાઉનલોડ કરી શકાય છે. તેનાથી વધુ એક કદમ આગળ જઇને ક્લાઉડ ગેમિંગ શરૂ કરવાની યોજના છે, જેમાં 15 ડોલર (રૂ.1,240)ના માસિક સભ્યપદ પર ટેબલેટ અને ફોન સહિત કોઇપણ ડિવાઇઝ પર ગેમ રમી શકો છો.

જો કે ટેક્નોલોજી અને કન્ટેન્ટના સંદર્ભે ક્લાઉડ ગેમિંગ અત્યારે શરૂઆતના તબક્કામાં છે, પરંતુ વિશ્લેષકો અને ફેડરલ ટ્રેડ કમિશન (FTC)ના અધિકારીઓ ઉપરાંત માઇક્રોસોફ્ટના હરીફ સોની અનુસાર તેનાથી કન્સોલનું મહત્વ ખતમ થઇ જશે. તેનાથી ક્લાઉડ સેગમેન્ટમાં પ્રભુત્વ ધરાવતી માઇક્રોસોફ્ટને ગેમિંગના સેગમેન્ટમાં એકાધિકાર હાંસલ થશે.