Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ડામ (DAAM) નામનો એન્ડ્રોઇડ વાઇરસ મોબાઇલ ફોનમાંથી કૉલ રેકોર્ડ્સ, ફોન નંબરો, હિસ્ટરી અને કેમેરા સહિતના સંવેદનશીલ ડેટા ચોરીને હેકર્સ સુધી પહોંચાડી શકે છે. નેશનલ સાઇબર સિક્યોરિટી એજન્સીએ શુક્રવારે આ અંગે ચેતવણી જારી કરી હતી. કૉમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી-ઇન)એ જણાવ્યું હતું કે આ વાઇરસ ફોનમાં સામેલ એન્ટિવાઇરસ પ્રોગ્રામને પણ બાયપાસ કરીને ફોનને હૅક કરી શકે છે.


એજન્સીએ જણાવ્યું હતું કે આ વાઇરસ થર્ડ પાર્ટી વેબસાઇટ્સ અથવા અજાણ્યા સ્ત્રોતમાંથી ડાઉનલોડ કરવામાં આવતી મોબાઇલ એપ્લિકેશન દ્વારા ફોનમાં આવી શકે છે. એજન્સી દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે એકવાર ફોનમાં આવી ગયા બાદ આ વાઇરસ સિક્યોરિટી ચેકને બાયપાસ કરીને સંવેદનશીલ ડેટા ચોરી શકે છે. વાઇરસ કૉલ રેકોર્ડિંગ્સની વિગતો ચોરી શકે છે એટલું જ નહીં તે ડિવાઇસના પાસવર્ડને પણ બદલી શકે છે. આ વાઇરસ એઇએસ (એડવાન્સ્ડ એન્ક્રીપ્શન સ્ટાન્ડર્ડ) અલગોરીધમની મદદથી મોબાઇલ ફોનમાં પહોંચી શકે છે.