Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકામાં લોકો ઊંઘને અનાવશ્યક માનતા આવ્યા છે. અહીં ઊંઘવાને નિષ્ક્રિયતા કાળ કહેવાય છે. આ કારણે ઊંઘ માટે સમય કાઢવાને બદલે તે સમયને કોઈ અન્ય કાર્યમાં ઉપયોગમાં લેવા માટે પ્રાથમિકતા અપાઈ છે. હાલમાં જ કરાયેલા ગેલપ પોલ દ્વારા જાણવા મળે છે કે ઊંઘ પૂરી ન થવાથી અમેરિકનોના પરફોર્મન્સ પર અસર પડી રહી છે. મોટા ભાગના અમેરિકનોનું કહેવું છે કે જો તેમને સૂવા માટે વધુ સમય મળે તો તે ખૂબ સારું અનુભવશે. પોલમાં પહેલીવાર 57% અમેરિકનોએ માન્યું કે તેમને વધુ ઊંઘની જરૂર છે. જ્યારે, 42%નું કહેવું છે કે તેમને પૂરતી ઊંઘ મળી રહી છે.


પહેલીવાર 2013માં કરાયેલા પોલમાં સ્થિતિ તદ્દન વિપરીત હતી. ત્યારે 56%નું કહેવાનું હતું કે તે પૂરતી ઊંઘ લઈ રહ્યા છે. પોલમાં ઊંઘવાના સમયગાળા વિશે પૂછવામાં આવ્યું ત્યારે માત્ર 26%એ કહ્યું કે તે આઠ કે તેથી વધુ સમય માટે સૂવે છે. 53% એ છ થી સાત કલાક સૂવાનો રિપોર્ટ આપ્યો છે. 2013ના 14%ની સરખામણીએ 20%એ જણાવ્યું કે તે પાંચ કલાક અથવા તેનાથી ઓછા સમય માટે સૂવે છે. નિષ્ણાતો સલાહ પ્રમાણે ઊંઘની ઊણપને કારણે અમેરિકનોમાં તણાવનું પ્રમાણ વધ્યું છે.

તાજેતરના આંકડાઓથી જાણવા મળ્યું છે કે 49% અમેરિકનો સતત તણાવ અનુભવે છે. આ આંકડો છેલ્લા બે દાયકાઓમાં સૌથી વધુ છે. જે લોકો વધુ સમય સુધી ઊંઘવા ઇચ્છે છે તેમાંથી 63%નું કહેવું છે કે તે ઘણીવાર તણાવ અનુભવે છે.