ગોંડલ ખાતે અક્ષરદેરીનો 156મો પાટોત્સવ વસંતપંચમીના વિવિધ ધાર્મીક કાર્યક્રમો સાથે ધામધૂમથી ઉજવાશે.આ અક્ષરદેરી બીએપીએસ સંસ્થાના પ્રથમ ગુણાતીતગુરુ અને સ્વામીનારાયણ ભગવાનના શિષ્ય અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના અંતિમ સંસ્કાર સ્થળ પર બાંધવામાં આવી છે. જેનો આકાર ગોંડલના જ નવલખા મહેલના ઝરુખામાંથી પ્રેરણા લઈને તૈયાર કરવામાં આવેલ.
સમય જતાં કરોડો ભક્તોની શ્રદ્ધાના કેન્દ્ર સમાન આ અક્ષરદેરીની ગરિમાને ચિરંતન બનાવવા બી.એ.પી.એસ. સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ગોંડલ રાજ્યના સહકારથી પ્રાપ્ત થયેલી જમીન પર સન 1934 માં ભવ્ય અક્ષર મંદિરનું નિર્માણ કર્યું હતું. સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામીએ અક્ષરદેરીની મહિમાગાથાને વિશ્વભરમાં ગૌરવવંતી કરી છે.તા.14 વસંત પંચમીના પાવન દિવસે અક્ષરદેરીના 156માં પાટોત્સવ નિમિતે વિવિધ ભક્તિસભર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.