Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વિકસિત દેશોમાં સામાન્ય રીતે આપત્તિ કે અન્ય સંકટકાળમાં ખર્ચને પહોંચી વળવા લોકો પાસે પૂરતી બચત હોય છે. પરંતુ બ્રિટન જેવા દેશમાં કેટલાંક વર્ષોથી લોકોની બચત સતત ઘટી રહી છે. જ્યારે બ્રિટનમાં દરેક ઘરમાં ઓછામાં ઓછા ત્રણ મહિનાના ખર્ચ માટે બચત કરવાની પરંપરા રહી છે અને લોકોનું એવું માનવું છે કે સંકટસમય માટે બચત રાખવી જરૂરી છે.


બચત યોજનાઓમાં લોકોને સામેલ કરવા માટે અભિયાન ચલાવનારી સંસ્થા રિઝોલ્યુશન ફાઉન્ડેશનનું કહેવું છે કે દેશમાં લાખો લોકો પાસે સંકટ સમયે અથવા અચાનક આવનારા ખર્ચ માટે પૈસા નથી. એક રિપોર્ટ અનુસાર 1.10 કરોડથી વધુ વર્કિંગ લોકો પાસે બચતમાં એક હજાર પાઉન્ડ (1 લાખ રૂ. થી થોડા વધુ) કરતાં પણ ઓછા પૈસા છે જે વર્કિંગ વય ધરાવતા ત્રણ ઘરોમાંથી લગભગ એક છે.