શહેરના કાલાવડ રોડ પરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળના હિલવિલા કોમ્પ્લેક્સમાં ટ્રાન્સપોર્ટના કમિશન એજન્ટે ઝેરી દવા પી જીવનનો અંત આણી લીધો હતો તેમજ ખાનગી હોસ્પિટલના કૂકે એકલવાયા જીવનથી કંટાળી ફાંસો ખાઇ લીધો હતો.
હિલવિલા કોમ્પ્લેક્સમાં રહેતા નરેશભાઇ શંભુભાઇ કાકડિયા (ઉ.વ.44)એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસની ટીમ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નરેશભાઇ ટ્રાન્સપોર્ટમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા હતા.