મહા માસ 10 માર્ચ સુધી ચાલશે. ધાર્મિક દૃષ્ટિએ મહા મહિનાનું મહત્ત્વ ઘણું વધારે છે. આ મહિનામાં ખાસ કરીને તલ સંબંધિત શુભ કાર્ય કરવાની પરંપરા છે.
મહા મહિનામાં પૂજાની સાથે સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતા, શિવ પુરાણ અને રામાયણ જેવા ગ્રંથોનો પાઠ અને શ્રવણ કરવાં જોઈએ.
મહા મહિનામાં દરરોજ સવારે વહેલા ઊઠીને સ્નાન કર્યા બાદ તાંબાના વાસણથી સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ. આ પછી ઘરના મંદિરમાં અગરબત્તી અને દીવો પ્રગટાવીને પૂજા કરો. પૂજા પછી શાસ્ત્રોમાંથી કથાઓ અવશ્ય વાંચો. જો તમારી પાસે સમય ઓછો હોય, તો તમે દરરોજ શાસ્ત્રના નાના ભાગનો પાઠ કરી શકો છો. શાસ્ત્રોના ઉપદેશોને જીવનમાં અમલમાં મૂકવાનો સંકલ્પ પણ લેવો. આમ કરવાથી મન શાંત થાય છે અને આપણે ખોટા કાર્યોથી દૂર રહીએ છીએ.
મહા મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાનની પરંપરા છે. આ કારણોસર મહા મહિનામાં ઘણા શ્રદ્ધાળુઓ હરિદ્વાર, કાશી, મથુરા, ઉજ્જૈન, ઓમકારેશ્વર જેવાં ધાર્મિક શહેરોમાં પહોંચે છે. આ મહિનામાં ઓછામાં ઓછું એક વખત પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. જો આ શક્ય ન હોય તો તમે ઘરમાં ગંગાજળને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરી શકો છો.
નદીમાં સ્નાન કરવાની સાથે નદી કિનારે દાન પણ કરો. કોઈ તીર્થયાત્રામાં ભગવાનની મુલાકાત લો અને પૂજા કરો. તમે જ્યોતિર્લિંગ, શક્તિપીઠ, ચારધામ અથવા અન્ય કોઈ પૌરાણિક મંદિરની મુલાકાત લઈ શકો છો.