વડાપ્રધાન નરેન્દ્ર મોદી 50મી G7 સમિટ માટે ઈટલીમાં છે. વડાપ્રધાને શુક્રવારે ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાને હાથ જોડીને શુભેચ્છા પાઠવી હતી. આ પછી મોદી વેટિકન સિટીના વડા પોપ ફ્રાન્સિસને પણ મળ્યા હતા. વડાપ્રધાને G7 આઉટરીચ બેઠકમાં હાજરી આપી હતી.
આ પહેલા પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં અને બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી હતી. રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે સૌથી વધુ ચર્ચા મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીની છે.
યુદ્ધની શરૂઆત પછી આ બીજી વખત છે જ્યારે મોદી ઝેલેન્સકીને મળ્યા છે. ગયા વર્ષની શરૂઆતમાં બંને નેતાઓ જાપાનમાં G7 સમિટમાં મળ્યા હતા. PM મોદીએ સતત 5મી વખત G7 સમિટમાં હાજરી આપી છે. તેઓ મોડી રાત્રે 3.30 વાગે ઈટલી પહોંચ્યા હતા.