Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શેરમાર્કેટમાં રિટેલ રોકાણ વધવાના સ્પષ્ટ સંકેત મળ્યા છે. ગત મહિને કેશ ટ્રેડિંગનું એવરેજ ડેઇલી ટર્નઓવર (એડીટીવી) 21 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. જુલાઇમાં BSE અને NSEનું સંયુક્ત એડીટીવી 77,337 કરોડ રૂપિયા રહ્યું હતું, જે ઑક્ટોબર 2021 બાદ સર્વાધિક છે. મોટા ભાગના રિટેલ રોકાણકારો રોકડમાં જ શેર્સની ખરીદી-વેચાણ કરે છે.

વાસ્તવમાં, જુલાઇમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત પાંચમાં મહિને તેજી જોવા મળી હતી. ઑક્ટોબર 2021 બાદ બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં વૃદ્ધિનો સૌથી લાંબો દોર છે. દરમિયાન, તેમાં 3-3%ની તેજી જોવા મળી હતી. દરમિયાન નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં તેનાથી વધુ 5.5% અને નિફ્ટી સ્મૉલકેપ 100 ઇન્ડેક્સમાં સૌથી વધુ 8% ઉછાળો જોવા મળ્યો હતો.

વાયદા બજારનું ટર્નઓવર સર્વાધિક સ્તર પર: ગત મહિને ડેરિવેટિવ્સ (વાયદા) સેગમેન્ટમાં શેર્સનું ખરીદ-વેચાણ 307 લાખ કરોડના અત્યાર સુધીના સર્વાધિક સ્તરે હતું. આ સેગમેન્ટમાં ભવિષ્યની કિંમત પર શેર્સનું ટ્રેડિંગ થાય છે.

રિટેલ રોકાણકારોને નફાવસૂલી માટેની તક
5 પૈસાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઇઓ પ્રકાશ ગગડાનીએ કહ્યું કે, વિભિન્ન ઇન્ડેક્સ પોતાના સર્વોચ્ચ સ્તરે છે. ખાસ કરીને મિડકેપ અને સ્મૉલકેપ શેર્સમાં ઉછાળો માર્કેટનું ટર્નઓવર વધારી રહ્યા છે. પોતાની પોઝિશનની સાથે પહેલાથી જ ફરાયેલા અનેક રિટેલ રોકાણકારોને નફાવસૂલીની તક મળી રહી છે.