દિલ્હી હાઇકોર્ટે બાળકોને દત્તક લેવાના અધિકારને મૂળભૂત અધિકાર ગણ્યો નથી. કોર્ટે મંગળવારે કહ્યું હતું કે જેમના પહેલાથી બે સંતાન હોય, તેઓ સામાન્ય બાળકને દત્તક લઇ શકે નહીં. જો કે, તેઓને દિવ્યાંગને દત્તક લેવાનો અધિકાર છે.
કોર્ટે એક સુનાવણી દરમિયાન મંગળવારે કહ્યું હતું કે બાળકોને દત્તક લેવાના અધિકારને આર્ટિકલ 21 અંતર્ગત મૂળભૂત અધિકારનો દરજ્જો આપી શકાય નહીં. તદુપરાંત કોઇપણ યુગલને કોને દત્તક લેવું છે તે પસંદ કરવાનો પણ અધિકાર નથી. વાસ્તવમાં, કોર્ટમાં પ્રોસ્પેક્ટિવ એડેપ્ટિવ પેરેન્ટ્સ એટલે કે ભાવિ દત્તક માતા-પિતા તરફથી દાખલ અરજી પર સુનાવણી ચાલી રહી હતી.
કોર્ટના બે મોટા નિવેદન
જસ્ટિસ સ્વામીપ્રસાદે કહ્યું કે દત્તક લેવા માટે વધુ પ્રતિક્ષા કરવી પડે છે. અનેક નિ:સંતાન દંપતી અને એક સંતાન વાળા માતા-પિતા સામાન્ય બાળકને દત્તક લે છે. જેને કારણે વિકલાંગ બાળકોને દત્તક લેવાની સંભાવના ઘટી જાય છે. જેને ધ્યાનમાં રાખતા 2022માં દત્તક લેવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બે અથવા તેનાથી વધુ બાળકો વાળા માતા-પિતા માત્ર વિકલાંગ બાળકોને જ દત્તક લઇ શકે છે, જ્યાં સુધી બાળક સંબંધી કે સાવકુ બાળક ન હોય.