મનપાની વેરા વસૂલાત શાખાએ રૈયાનાકા રોડ વિસ્તારમાં એક જ કોમ્પલેક્સમાં 18 દુકાનો સીલ કરી છે જો કે આ દુકાનો ક્યા વિસ્તારની છે, કોની માલિકીની છે, ક્યુ કોમ્પલેક્સ છે તે કોઇ વિગતો જાહેર કરાઈ નથી. પરાબજારમાં સ્વામિનારાયણ કોમ્પલેક્સ આવેલું છે જે કોમ્પલેક્સ બન્યા બાદ ત્યાં દુકાનો પહેલા ભાડે અપાઈ હતી અને બાદમાં વેચાણ કરાયા છે. જો કે આ કરારો થયા બાદ અચાનક બાકી વેરાને લઈને મનપાએ આકરી કાર્યવાહી શરૂ કરી છે. એક સપ્તાહમાં 25થી વધુ દુકાનો સીલ કરી દીધી હતી અને અનેકને મિલકત જપ્તીની નોટિસ ફટકારી વસૂલાત કરી હતી.
ગુરૂવારે બીજી 10 દુકાનોને સીલ કરી હતી. જો કે શુક્રવારે મનપાએ એક જ વિસ્તારમાં 18 દુકાનો સીલ કરી હતી. જો કે તેમાં કોમ્પલેક્સનું નામ જાહેર કરવામાં આવ્યું નથી તેમજ સરનામા તરીકે ફક્ત રૈયાનાકા રોડ લખવામાં આવ્યુ છે. સ્વામિનારાયણ કોમ્પ્લેક્સનું જાહેર કરાયા બાદ હવે આ સરનામુ શંકાસ્પદ રીતે છૂપાવવામાં આવી રહ્યુ છે. ઈમાનદાર કરદાતાઓને તો સન્માનિત કરાતા નથી અને તેની સામે બાકીદારોને પણછાવરાઈ નથી.