કોઠારિયા ગામની 17 વર્ષની તરુણીને અજાણ્યો શખ્સ લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. કોઠારિયા ગામમાં રહીને મજૂરી કામ કરતા શ્રમિકે આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ગત તા.15ની રાત્રીના પરિવાર સાથે ઘરે સુતા હતા. વહેલી સવારે જાગતા 17 વર્ષની પુત્રી જોવા મળી ન હતી. ઘરમાં તપાસ કર્યા બાદ આસપાસ તેમજ સગાં સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી, પરંતુ પુત્રીની ક્યાંય ભાળ મળી ન હતી. પુત્રીની શોધખોળ કરવા છતાં કોઇ પત્તો નહિ લાગતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.