દેશની ટોચની કંપનીઓમાં આવનાર સમયમાં મોટા પાયે બદલાવ જોવા મળી શકે છે. 38 લાખ કરોડથી વધુની માર્કેટ કેપ ધરાવતી અનેક કંપનીઓ પરિવર્તન લાવી રહી છે. દેશના કોર્પોરેટ સેક્ટરમાં લીડરશિપ લેવલ પર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ડિસેમ્બર સુધીમાં 72 કંપનીઓના સીઇઓ બદલાઇ જશે. જેમાં ટીસીએસ, એસબાઇઆઇ,કોટક મહિન્દ્રા બેંક, HUL, HDFC લિમિટેડ, ICICI પ્રુડે. અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે.
જેફરીઝ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ભારતીય કોર્પોરેટે આ મામલે યુ-ટર્ન લીધો છે. કોવિડ મહામારી દરમિયાન ભાગ્યે જ કોઈ મોટી કંપનીએ સીઇઓ સ્તર પર નેતૃત્વ બદલ્યું છે. ભૌગોલિક પરિસ્થિતિને કારણે કોર્પોરેટ ક્ષેત્ર બદલાયેલા માહોલનો સામનો કરી રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કેટલીક કંપનીઓએ નેતૃત્વમાં પરિવર્તન કર્યું છે.
કોર્પોરેટ સેક્ટરમાં થઇ રહેલા બદલાવ પર કરવામાં આવેલ સ્ટડી અહેવાલ સૂચવે છે કે રોકાણકારોએ જે કંપનીઓના સીઇઓ બદલાવાના છે તેના શેર માટે તેમના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવાની જરૂર નથી. જોકે આ કંપનીઓને લગતી અન્ય બાબતોના આધારે પોર્ટફોલિયોમાં ફેરફાર કરી શકાય છે.
જૂન માસથી આ કંપનીઓમાં જોવા મળશે નવા બોસ
કે કૃતિવાસન 1 જૂને ટીસીએસના સીઇઓ અને MD તરીકેનો કાર્યભાર સંભાળશે.
રોહિત જાવા 27 જૂને હિન્દુસ્તાન યુનિલિવરના નવા CEO અને MD બનશે.
એસબીઆઇના ચેરમેન દિનેશ ખારાનો કાર્યકાળ ઓક્ટોબરમાં પૂરો થશે.
કોટક મહિન્દ્રા બેંકના MD-સીઇઓ ઉદય કોટક 31 ડિસેમ્બરે નિવૃત્ત થશે.
HDFC બેંક સાથે મર્જર થયા બાદ HDFC લિમિટેડને આ વર્ષે નવા બોસ મળશે