કોરોના પછી જીવનવીમો લેનારા લોકોનો રાફડો ફાટ્યો હશે એવું સામાન્ય રીતે આપણે માનતા હોઈશું પરંતુ આશ્ચર્યજનક રીતે એવું છે નહીં! વીમા નિયામક ઇરડાનો તાજેતરમાં જ વાર્ષિક અહેવાલ પ્રસિદ્ધ થયો છે. એ અહેવાલ પ્રમાણે પોતાના માટે જીવનવીમો લેનારા લોકોની ટકાવારી વર્ષ 2013-14ની સરખામણીએ વર્ષ 2022-23માં 30% સુધી ઘટી છે.
દેશભરમાં ગુજરાતમાં સૌથી વધુ 44% અને મહારાષ્ટ્રમાં 38% વ્યક્તિગત જીવનવીમો લેનારા ઘટ્યા છે. 2013-14માં સમગ્ર દેશમાં 4.08 કરોડ લોકોએ પર્સનલ લાઇફ કવર એટલે કે જીવનવીમો લીધો હતો અને 2022-23માં માત્ર 2.84 કરોડ લોકોએ જ જીવનવીમો લીધો હતો. મધ્યપ્રદેશમાં 24% અને રાજસ્થાનમાં 30% સુધીનો ઘટાડો નોંધાયો છે.