Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતે પ્રથમ T20માં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. ગ્વાલિયરના માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં ભારતે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. બાંગ્લાદેશે 19.5 ઓવરમાં 127 રન બનાવ્યા હતા. ભારતે 11.5 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.


ભારત તરફથી અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટ લીધી હતી. સંજુ સેમસન અને સૂર્યકુમાર યાદવે 29-29 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 39 રન બનાવીને મેચ પૂરી કરી હતી. પ્રથમ T20 જીતીને ભારતે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચ 9 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે.

હાર્દિક પંડ્યાએ 12મી ઓવરના પાંચમા બોલ પર તસ્કીન અહેમદ સામે સિક્સર ફટકારી હતી. આ સાથે ટીમે 7 વિકેટે મેચ જીતી લીધી હતી. હાર્દિકે 16 બોલમાં 39 રન બનાવ્યા, તેણે 5 ફોર અને 2 સિક્સર ફટકારી. નીતિશ કુમાર રેડ્ડી 15 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.