સુરતમાં આજે બપોર બાદ દારૂના કેસમાં આરોપીને પ્રોહિબિશન કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીને કોર્ટ નજીક પોલીસને ચકમો આપીને વાનમાંથી અચાનક રસ્તા પર ભાગી છૂટ્યો હતો. તેથી તેને પકડવા માટે પોલીસે પીછો કરી રહી હતી. જોકે આ દરમિયાન ટ્રાફિક મેનેજમેન્ટનું કામ કરતા TRB જવાનની સતર્કતાને પગલે આરોપીને ઝડપી પાડ્યો હતો. TRB જવાને ભાગતા આરોપીને પોતાનું હેલ્મેટ મારી ઝડપી પડ્યો હતો અને પોલીસ હવાલે આબરૂ બચાવી લીધી હતી.
સુરતના અઠવાલાઇન્સ ચોપાટી પાસે રવિન્દ્ર પાટીલ નામનો TRBનો જવાન ફરજ બજાવતો હતો. તે સમયે અચાનક જ એક શખ્સ રસ્તા પર ભાગતો દેખાયો હતો. જેથી લોકોએ પકડો પકડોની બૂમાબૂમ કરતા TRB જવાને પોતાની સતર્કતાથી આ શખ્સને પકડી પાડ્યો હતો. આ અંગે TRB જવાન રવીન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે, ટ્રાફિક મેનેજમેન્ટનું કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક એક યુવક ભાગતો ભાગતો આવી રહ્યો હતો અને કેટલાક લોકો બૂમ પાડી રહ્યા હતા. પકડો પકડો ચોર ચોર...જોકે તે યુવક ટ્રાફિક પોઇન્ટ જોઈ રસ્તાને ઓળંગી બીજી તરફ ભાગવા જઈ રહ્યા હતા. જેથી ટ્રાફિકનું કામ છોડી તે યુવકની તરફ ભાગ્યો હતો અને મે તેને મારું હેલ્મેટ માર્યું હતું અને પકડી પાડયો હતો. લોકો ભેગા થઈને મારે નહીં માટે યુવકે ક્યું હું ચોર નથી આરોપી છું, ત્યારબાદ પોલીસની મોબાઈલ વાન આવી અને આરોપીને લઈને જતી રહી હતી.