Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગયા સપ્તાહમાં ઈક્વિટી માર્કેટમાં સકારાત્મક વલણ વચ્ચે ટોપ-10 કંપનીઓમાંથી આઠની માર્કેટ કેપિટલાઈઝેશન વધીને રૂ. 2.03 લાખ કરોડ થઈ હતી. આ કંપનીઓમાં સૌથી વધારે નફો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને થયો છે. BSE સેન્સેક્સ ગયા સપ્તાહે 1,387.18 પોઈન્ટ (2.39%) વધ્યો હતો.


રિલાયન્સની MCAPમાં રૂ. 68.29 હજાર કરોડનો વધારો થયો
આ દરમિયાન HDFC અને બજાજ ફાઈનાન્સને છોડીને ટોપ-10માંથી 8 કંપનીઓની માર્કેટ કેપિટલાઈઝેશન વધી. ઈન્ડેક્સ હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન (mcap) રૂ. 68.29 હજાર કરોડ વધીને રૂ. 16.72 લાખ કરોડ થયું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના એમકેપમાં 30.120 હજાર કરોડ રૂપિયાનો ઉમેરો કર્યો છે. જેના કારણે તેની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 5 લાખ કરોડ રૂપિયા થઈ છે.

ICICI બેંકની MCAP 6.32 લાખ કરોડ થઈ
ICICI બેંકની MCAP 25.94 હજાર કરોડ વધીને 6.32 લાખ કરોડ રૂપિયા અને હિંદુસ્તાન યુનિલીવર લિમિટેડ(HUL)ની માર્કેટ કેપિટલાઈઝેશન 18.60 હજાર કરોડના વધારા સાથે 6.23 લાખ કરોડ થઈ છે. ભારતી એરટેલનું એમકેપ વેલ્યુએશન 17.38 હજાર કરોડ વધીને રૂ.4.43 લાખ કરોડ થયું છે.

ITCની એમકેપ 16.73 હજાર કરોડ વધીને રૂ. 4.28 લાખ કરોડ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ની 15.27 હજાર કરોડ વધીને રૂ. 11.48 લાખ કરોડ પહોંચી છે. ઈન્ફોસિસની MCAP 10.96 હજાર કરોડ વધીને રૂ. 6.31 લાખ કરોડ થઈ છે.

બજાજ ફાઇનાન્સ અને એચડીએફસી બેન્કની MCAP ઘટી
બજાજ ફાઇનાન્સની MCAP 4.87 હજાર કરોડ ઘટીને રૂ. 4.35 લાખ કરોડ અને HDFC બેન્કની 1.50 હજાર કરોડ ઘટીને રૂ. 8.01 લાખ કરોડ પહોંચી છે.

લિસ્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોચ પર છે
સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. આ પછી, TCS, HDFC બેંક, ICICI બેંક, ઇન્ફોસિસ, HUL, SBI, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ અને ITC કંપનીઓ ટોપ-10 લિસ્ટમાં સામેલ છે.