ભારતમાં ચૂંટણી ટાણે ફન્ડિંગની ચર્ચા થતી હોય છે. ઈલેક્ટ્રોલ બોન્ડ દ્વારા દાન લઈ રાજકીય પક્ષ તેમજ ઉમેદવારો ચૂંટણીમાં ખર્ચ કરતા હોય છે. ક્યારેક ઉમેદવારો પોતાના પૈસાથી પણ ચૂંટણી લડતા હોય છે. અમેરિકાની ચૂંટણીની વાત કરીએ તો ત્યાં ફન્ડિંગ સિસ્ટમ કંઈક અલગ છે. ભારતમાં પાર્ટીઓના ફન્ડિંગ પર વધુ ધ્યાન આપવામાં આવે છે, જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોના ફન્ડિંગ પર નજર રાખવામાં આવે છે.
બાઈડેન, ડોનાલ્ડ ટ્રમ્પ, રોન ડીસેન્ટિસ અને નિક્કી હેલી ખાનગી સંસ્થા, કોર્પોરેશનો અને અન્ય વ્યક્તિઓ પાસેથી ભંડોળ મેળવે છે. જો ઉમેદવાર સરકારી ભંડોળનો ઉપયોગ કરે છે તો તે ખાનગી ફંડ લઈ શકશે નહીં. સરકારી ફંડ મર્યાદિત છે. આ કારણોસર ઉમેદવારો ખાનગી ફંડ એકત્ર કરવાનું પસંદ કરે છે.
ઉમેદવારો બે રીતે ફંડ મેળવી શકે છે. પ્રથમ ખાનગી ફંડ અને બીજું ખાનગી ફંડ. કરદાતાઓ પાસેથી એકત્ર કરાયેલ સરકારી ભંડોળ મર્યાદિત અને નિયમો દ્વારા બંધાયેલ છે. 1907માં 26મા પ્રમુખ થિયોડોર રુઝવેલ્ટે ચૂંટણી માટે પ્રાઈવેટ ફંડ પર પ્રતિબંધ મૂકીને જાહેર ભંડોળની વ્યવસ્થા બનાવવાની વાત કરી હતી. 64 વર્ષ પછી 1971માં યુએસ કોંગ્રેસે જાહેર ભંડોળની રચના કરી. આનાથી મોટા દાતાઓ પર ઉમેદવારોની નિર્ભરતા અને ચૂંટણીમાં ધાંધલ-ધમાલ ઓછી થઈ. દર વર્ષે સરકાર ફોર્મ 1040 દ્વારા કરદાતાઓ પાસેથી 1 ડૉલર (84 રૂપિયા) એકત્ર કરતી હતી, જે 1993માં વધીને 3 ડૉલર (250 રૂપિયા) થઈ ગઈ હતી. સરકારી ફંડનો ઉપયોગ તે ઉમેદવાર કરી શકે છે જેણે વધુ સમર્થન હોય. આ સાબિત કરવા માટે ઉમેદવારે પ્રાથમિક ચૂંટણી દરમિયાન 50માંથી 20 રાજ્યોમાં રાજ્યદીઠ ઓછામાં ઓછા 5000 ડોલર (રૂ. 4.15 લાખ) એટલે કે કુલ 1 લાખ ડોલર (રૂ. 83 લાખ) કરતાં વધુ રકમ એકત્ર કરવી પડશે. માત્ર 250 ડોલર (રૂ. 20,000) કરતા ઓછા નાના દાન સ્વીકારવામાં આવશે. ઉમેદવારો ખાનગી દાન લઈ શકતા નથી. ઉમેદવારો ચૂંટણીમાં પોતાના પર 50 હજાર ડોલર (41 લાખ રૂપિયા)થી વધુ ખર્ચ કરી શકતા નથી અને ચૂંટણીખર્ચનો અહેવાલ ચૂંટણીપંચને ઓડિટ માટે સબમિટ કરવાનો રહેશે.