અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ અને ચીનમાં બદલાતા બિઝનેસ વાતાવરણને કારણે 50 અમેરિકન કંપનીઓ ત્યાંથી પોતાનો બિઝનેસ બંધ કરવાની તૈયારી કરી રહી છે. આ કંપનીઓનું કુલ રોકાણ 12 લાખ કરોડ રૂપિયા છે. તેમાંથી 15 ભારતમાં રોકાણ કરવા માગે છે. અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (ACK)ની 306 કંપનીઓના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટ અનુસાર મેક્સિકો, અમેરિકા અને યુરોપને પાછળ છોડીને ભારત હવે રોકાણકારો માટે ટોચની પસંદગી બની રહ્યું છે. ગયા વર્ષે, ભારત રોકાણ માટે 5માં ક્રમે હતું, જ્યારે આ વર્ષે તે બીજા સ્થાને પહોંચી ગયું છે. દક્ષિણ પૂર્વ એશિયા નંબર વન પર છે. તમને જણાવી દઈએ કે ઈન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયા હજુ પણ રોકાણકારોની પસંદગી છે. ચીન રોકાણકારોમાં પ્રાથમિકતા ગુમાવી રહ્યું છે.