થાઈલેન્ડના બેંગકોક એરપોર્ટ પરથી 87 જંગલી પ્રાણીઓની દાણચોરી કરવા બદલ 6 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં લાલ પાંડા અને તામરીન વાનરનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર તમામ આરોપીઓએ પ્રાણીઓને પોતાના સામાનમાં છુપાવી રાખ્યા હતા. તે બેંગકોકથી મુંબઈ આવી રહ્યા હતા.
દાણચોરીની યાદીમાં 29 મોનિટર ગરોળી, 21 સાપ અને પોપટ સહિત 15 પક્ષીઓનો સમાવેશ થાય છે. કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, તમામ પ્રાણીઓને સામાનની વચ્ચે ખૂબ કાળજી રાખીને છુપાવવામાં આવ્યા હતા. જો દોષી સાબિત થાય છે, તો તમામ આરોપીઓને 10 વર્ષની જેલની સજા અથવા આયાત ડ્યુટીનો 4 ગણો દંડ થઈ શકે છે.