Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશના જુદા જુદા ભાગોમાં શ્વાન કરડવા અને જીવલેણ હુમલા કરવાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આને લઇને એક મામલો કેરળ હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઇકોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે માનવીની ચિંતા શ્વાન કરતાં વધારે કરવામાં આવે તે જરૂરી છે. શેરીઓમાં રખડતાં શ્વાનની સુરક્ષા જરૂરી છે પરંતુ માનવીની જીવનની કિંમતે આવું કરી શકાય નહીં.


માનવીનું જીવન શ્વાન કરતા બહુ કીમતી છે. કોર્ટે કહ્યું હતું કે પેટ લવર્સને પણ માનવીની સુરક્ષાને ધ્યાનમાં રાખવાની જરૂર છે. આ પ્રકારના પેટ લેવર્સ સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી પેટ લવર્સ હોવાના લાઈસન્સ મેળવે તે જરૂરી છે. સીધી રીતે કોઇ વિખવાદ ન થાય તે જોવામાં આવે તે મહત્ત્વપૂર્ણ છે. પેટ લવર્સને રખડતાં શ્વાનઓના ખસીકરણ અને તેમને માનવી પર હુમલા કરતા રોકવા માટે સરકારની સાથે મળીને પ્રયાસો કરવા જોઇએ. હાઇકોર્ટે રખડતાં શ્વાનઓને પાળવા માટે ઇચ્છુક લોકોને લાઈસન્સ આપવા માટેના નિયમો બનાવવા માટે કેરળ સરકારને આદેશ આપ્યો હતો.

જસ્ટિસ પી.વી. કુન્હીકૃષ્ણનની કોર્ટે કબૂલાત કરી હતી કે રખડતાં શ્વાનના કારણે નાનાં બાળકો, યુવાનો અને વૃદ્ધ લોકોને ખતરો છે. દેશભરમાં થઈ શ્વાનઓના થઈ રહેલા હુમલા અને કરડવાના બનાવો વધી રહ્યા છે. વિવિધ જગ્યાએ શ્વાનના હુમલાના કારણે સૌથી વધુ શિકાર આ લોકો થઇ રહ્યા છે. હાઇકોર્ટે કહ્યું હતું કે રખડતાં શ્વાન સમાજમાં ખતરો ઊભો કરી રહ્યા છે. જોકે જો રખડતાં શ્વાનઓને લઇને કોઇ પગલાં લેવાશે તો પેટ લવર્સ અથવા તો શ્વાનપ્રેમી તેના સામે વિરોધ કરશે. કોર્ટે કહ્યું હતું કે રખડતાં શ્વાનઓની સરખામણીમાં માનવીને વધારે મહત્ત્વ આપવાની જરૂર છે. અલબત્ત રખડતાં શ્વાન પર માનવી દ્વારા કરવામાં આવતા હુમલાને પણ મંજૂરી આપવી જોઇએ નહીં. અત્રે નોંધનીય છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં શ્વાનઓના કરડવાના બનાવો વધી રહ્યા છે. જેથી આને રોકવા માટે માગ ઊઠી રહી છે.