દેશભરના મંદિરોમાં સવારથી જ ભક્તો અબીલ-ગુલાલ ઉડાડી હોળીની ઉજવણી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના વારાણસી, મથુરા-વૃંદાવનના રસ્તાઓ રંગોમાં ભિજાયેલા લોકોથી ઉભરાઇ રહ્યા છે.
અયોધ્યાના રામ મંદિરમાં બિરાજેલા બાળ રામની પણ આ પહેલી હોળી છે. કાચનારના ફૂલોથી ભગવાન માટે ખાસ ગુલાબ બનાવવામાં આવ્યું છે. રામલલાને કચોરી, ગુજિયા, ખીર, પુરી અને અન્ય વાનગીઓનો ભોગ ધરાવાયો છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રથી લઈને ચેન્નાઈ સુધી હોળીના રંગો દેખાઇ રહ્યા છે. જુહુ બીચ પર લોકોએ રંગો સાથે ડાન્સ કર્યો. આસામના ડિબ્રુગઢમાં લોકોએ હોળીના તહેવારની શરૂઆત પ્રભાતફેરી સાથે કરી હતી.
રવિવારે 24 માર્ચે ઉજ્જૈનના મહાકાલ મંદિરના પ્રાંગણથી હોળીની શરૂઆત થઈ હતી. દેશભરમાં સાંજથી મોડી રાત સુધી હોલિકા દહનની ઉજવણી કરવામાં આવી હતી. ભદ્રકાળના કારણે ઘણી જગ્યાએ હોલીકા દહન રાત્રે 11 વાગ્યા પછી જ કરવામાં આવ્યું હતું.