રાજકોટમાં સ્કૂલે જતી બાળાનું અપહરણ કરી હોટેલમાં લઇ જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદમાં તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વિશેષ પૂછતાછ હાથ ધરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં એક વિસ્તારમાં રહેતી અને ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્કૂલે ગયા બાદ લાપતા થઇ જતા તેના પરિવારે તેની શોધખોળ કરી પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કરી હતી.
દરમિયાન બાળા મળી જતા તેની પૂછતાછ કરી તપાસ કરતા સ્કૂલે જતી બાળા સાથે પરિચય મેળવી ફ્રેન્ડ બનાવી મીઠી મીઠી વાતો કરી ફસાવી હતી અને ગુરુવારે બપોરે બાળાનું અપહરણ કરી હોટેલમાં લઇ વિધર્મી શખ્સે દુષ્કર્મ આચર્યાનું બહાર આવતા પોલીસે બાળાના પિતાની ફરિયાદ પરથી શખ્સ સામે પોક્સો સહિતનો ગુનો નોધી આરોપીની અટકાયત કરી તપાસ કરતા સ્કૂલે જતી બાળાને વિધર્મી શખ્સે ફસાવી સ્કૂલેથી અપહરણ કરી હોટેલમાં લઇ જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાનું જણાવતા પોલીસે બાળાની મેડિકલ સહિતની તપાસ કરી આરોપી બાબા ફરિદ ઉર્ફે ભાઇજાન નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.