Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકામાં 8 નવેમ્બરે મિડટર્મ ચૂંટણીને કારણે રાજકીય સંગ્રામ જારી છે. આ ચૂંટણીને સેમિફાઈનલ મનાય છે. રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શાખ દાવ પર છે. જોકે આ દરમિયાન અમેરિકાની પ્રજાનો એક મોટો વર્ગ 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં આ બંને નેતાઓને ટોચના પદે જોવા માગતી નથી.


મોટા ભાગના અમેરિકી ત્રીજો વિકલ્પ શોધી રહ્યા છે. હાર્વર્ડ સીએપીએ-હેરિસ સરવેમાં 67% લોકોએ કહ્યું કે બાઈડેને ચૂંટણી ન લડવી જોઇએ. 33%એ તેમને ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા. બીજી બાજુ 57% લોકો કહે છે કે ટ્રમ્પે પણ આગામી ચૂંટણી ન લડવી જોઇએ. જોકે બાઈડેન અને ટ્રમ્પ જાહેરમાં ફરીવાર રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. ડેમોક્રેટિક નેતા ડીન ફિલિપ્સે કહ્યું કે હવે નવી પેઢી નેતૃત્વ કરે. 19 ડેમોક્રેટિક સેનેટરોએ નેતૃત્વના આ સવાલનો જવાબ ન આપ્યો.

જોકે બાઈડેન કહે છે કે હું ચૂંટણી લડીશ. પાર્ટી પણ મારી ઉમેદવારીની તરફેણમાં નિર્ણય કરશે. બીજી બાજુ મેરીલેન્ડના ગવર્નર લેરી હોગન કહે છે કે રિપબ્લિકન પાર્ટીના અનેક મતદારો અને અન્ય અમેરિકી પ્રજાનો એક મોટો વર્ગ આ દૂષિત રાજકારણથી કંટાળી ગયો છે. હવે તે નવી દિશામાં આગળ વધવા ઈચ્છે છે. જોકે ટ્રમ્પે પણ કહ્યું હતું કે હું ચૂંટણી લડવાનો નિર્ણય કરી ચૂક્યો છું. તેમાં કોઈ શંકા જ નથી.

યુવાઓની પણ ઈચ્છા-ટ્રમ્પ-બાઈડેન દાવેદારી ન નોંધાવે
એનસીબી ન્યૂઝ-જનરેશન લેબ પોલે પણ યુવા મતદારો પર એક સરવે કર્યો. તેમાં જાણ થઈ કે આશરે 73% યુવા માને છે કે બાઈડેને ફરી ચૂંટણી ન લડવી જોઈએ. જોકે 43% યુવાઓ કહે છે કે પૂર્વ પ્રમુખ ટ્રમ્પે 2024ની ચૂૂંટણી માટે દાવેદારી ન નોંધાવવી જોઇએ. સરવેમાં સામેલ મોટા ભાગના યુવા કોલેજ સ્ટુડન્ટ્સ હતા.