Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કેપ્ટન રિષભ પંત અને અક્ષર પટેલની ફિફ્ટીની મદદથી દિલ્હી કેપિટલ્સે IPL 2024ની 40મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 4 રનથી હરાવ્યું હતું. ટીમે વર્તમાન સિઝનમાં ચોથી મેચ જીતી છે. આ જીત સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને આવી ગયું છે.


બુધવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. દિલ્હીએ 20 ઓવરમાં 4 વિકેટે 225 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 20 ઓવરમાં 8 વિકેટે 220 રન જ બનાવી શક્યું હતું. રાશિદ ખાન 21 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ડેવિડ મિલર (55 રન) અને સાઈ સુદર્શન (65 રન)એ અડધી સદી ફટકારી હતી. રસિક સલામે 3 જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી.

DCના કેપ્ટન રિષભ પંતે 43 બોલમાં 88 રન બનાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. તે જ સમયે, અક્ષર પટેલે 43 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 66 રનનું યોગદાન આપ્યું હતું. બંને વચ્ચે ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી થઈ હતી. ગુજરાતના સંદીપ વોરિયરને 3 વિકેટ મળી હતી.