મહામારી બાદ સરકાર દ્વારા બેન્કોમાં લિક્વિટી વધારવામાં આવતા અને અર્થતંત્ર મજબૂત રહેવાની પોઝિટીવ અસર બેન્કિંગ સેક્ટર પર જોવા મળી છે. બેંકોમાં નોન-રિકવરેબલ લોનની સમસ્યાનો અંત આવતો જોવા મળી રહ્યો છે. ક્રિસિલના મતે માર્ચ 2023 સુધીમાં બેંકોની કુલ એનપીએ 0.90% થી ઘટીને 5% થવાની સંભાવના છે.
એટલું જ નહીં માર્ચ 2024 સુધીમાં બેંકોની ગ્રોસ એનપીએ વધુ સુધરીને માત્ર 4% થવાનો અંદાજ છે જે એક દાયકામાં સૌથી ઓછો હશે. બુધવારે જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર મહામારી બાદ અર્થવ્યવસ્થામાં ઝડપી રિકવરી જોવા મળી છે. એનપીએ બની ગયેલી લોન રિફંડ મળવા લાગી છે. લોનની ભરપાઈ પણ વધી છે અને કેટલીક લોન રાઈટ ઓફ પણ વસૂલવા લાગી છે.