મેષઃ-
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે.
નેગેટિવઃ- બપોર પછી સ્થિતિ થોડી ચિંતાજનક રહી શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે વિવાદ થવો પણ શક્ય છે. સાસરિયા પક્ષ સાથે સંબંધને મધુર જાળવી રાખો. ઘરના વડીલોના સ્વાસ્થ્યની પણ ચિંતા રહેશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ ઉપર વિશ્વાસ રાખવો તેમની કાર્યક્ષમતા અને આત્મ બળને વધારશે.
લવઃ- પારિવારિક વાતાવરણ વધારે સુખમય જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- કોઇ અટવાયેલું ધન પ્રાપ્ત કરવાનો યોગ્ય સમય છે, એટલે કોશિશ કરતા રહો. દિવસની શરૂઆત સુખદ રહેસે. તમે તમારા કામ વિચારીને તથા શાંતિથી ઉકેલવામાં સક્ષમ રહેશો.
નેગેટિવઃ- ઘરની દેખરેખ તથા સુખ-સુવિધાને લગતી વસ્તુઓ ઉપર ખર્ચ થવાથી બજેટ ખરાબ થઇ શકે છે. કોઇ બાળકોના લગ્નજીવનમાં ચાલી રહેલી પરેશાનીઓને લઇને પણ થોડી ચિંતા રહેશે.
વ્યવસાયઃ- સમય અનુકૂળ છે. કામકાજનો બોજ વધારે રહી શકે છે.
લવઃ- તમારા કાર્યમા જીવનસાથીનો સહયોગ તમારી ચિંતાઓને ઘટાડશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- આજે કોઇ શુભ સમાચાર મળવાથી દિવસ સુખમય પસાર થશે. ભવિષ્યને લગતી કોઇ યોજના ઉપર ચર્ચા-વિચારણાં થશે. વડીલ સભ્યોની સલાહ તથા માર્ગદર્શનનું અનુસરણ કરવું તમારા ભાગ્યને વધારે પ્રબળ બનાવશે.
નેગેટિવઃ- કોઇ સાથે પણ વ્યવહાર કરતી સમયે ધ્યાન રાખો કે કોઇ વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. થોડા લોકો તમારા કાર્યોમાં બાધા ઊભી કરવાની કોશિશ કરતા રહેશે. વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારીમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક યોજના જલ્દી જ ફળીભૂત થશે.
લવઃ- ઘરમાં યોગ્ય સમય ન આપી શકવાના કારણે જીવનસાથી તથા પરિવારના લોકોની નિરાશા સહન કરવી પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર કે ડાયાબિટીઝને લગતી તપાસ કરાવવી.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી તમારા નજીકના લોકો સાથે ચાલી રહેલી ગેરસમજનું નિવારણ થશે. થોડી નવી તકનીકનો પ્રયોગ કરીને તમે તમારી દિનચર્યાને વધારે વ્યવસ્થિત કરશો.
નેગેટિવઃ- તમારી કાર્યશૈલી અને યોજનાઓને બધા સામે જાહેર ન કરો. થોડા લોકો સ્વાર્થની ભાવનાથી તેનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. સમજ્યા-વિચાર્યા વિના કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં. તમારા સ્વભાવમાં સહજતા જાળવી રાખો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને પરિશ્રમ અનુકૂળ પરિણામ મળવાનો સમય આવી ગયો છે.
લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે અને સન્માન કરશે.
સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે માનસિક તણાવ રહેશે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- કોઇ અનુભવી વ્યક્તિ સાથે મુલાકાત અને એકબીજાના વિચારોનું આદાન-પ્રદાન બંને માટે ફાયદાકારક રહેશે. કામકાજી મહિલાઓ પોતાના ઘર-પરિવારની જવાબદારીઓને નિભાવવામાં સક્ષમ રહેશે.
નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી દ્વારા કોઇ અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. તમારી ઉપર નકારાત્મકતા હાવી થવા દેશો નહીં. બાળકોની કોઇ વાતને લઇને પાડોસીઓ સાથે વિવાદ થઇ શકે છે.
વ્યવસાયઃ- કામકાજી મહિલાઓ પોતાના વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરવામાં સફળ રહેશે.
લવઃ- ઘરના મામલે વધારે રોકટોક અને દખલ ન કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- તમને કોઇ શુભચિંતક દ્વારા આર્થિક મદદ મળવાથી અનેક અટવાયેલાં કાર્યો પૂર્ણ કરવામાં સરળતા રહેશે. વિદ્યાર્થીઓને તેમની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળવાથી આત્મવિશ્વાસ વધશે. યુવા વર્ગ પણ પોતાના ભવિષ્યને લઇને વધારે ફોકસ રહેશે.
નેગેટિવઃ- ઉતાવળ તથા ભાવુકતામાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લેશો. તેના કારણે તમારું કામ ખરાબ થઇ શકે છે. દિવસની શરૂઆતમાં થોડી પરેશાનીઓ રહેશે પરંતુ ધીમે-ધીમે બધું જ સામાન્ય થઇ જશે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં ગતિવિધિઓ થોડી મંદ રહી શકે છે.
લવઃ- પતિ-પત્નીમાં એકબીજાના તાલમેલમાં ઘટાડો આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ખભાની તકલીફ પરેશાન કરી શકે છે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- તમારા નેતૃત્વમાં કોઇ પારિવારિક કે સામાજિક કાર્ય સંપન્ન થઇ શકે છે. રિલેક્સ અનુભવ કરવા માટે પરિવાર સાથે કોઇ મનોરંજનને લગતી યોજના પણ બનશે. આ પહેલાં સંબંધોમાં પણ મધુરતા આવશે.
નેગેટિવઃ- બપોર પછી કોઇ ચિંતાજનક સ્થિતિ ઊભી થઇ શકે છે. જોકે તમે ધૈર્ય અને સંયમથી તેને ઉકેલવાની કોશિશ કરશો. નજીકના મિત્રો સાથે પણ થોડો સમય પસાર કરવો યોગ્ય રહેશે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં પોતાના મન પ્રમાણે કામ જાળવી રાખવા માટે થોડી મહેનત વધારવાની જરૂરિયાત રહેશે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- તમે સંપૂર્ણ જોશ અને મહેનતથી તમારા કાર્યો પ્રત્યે કોશિશ કરતા રહેશો. પોતાને સાબિત કરવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ બની રહેશે. બાળકોના ભવિષ્યને લગતું કોઇ પ્લાનિંગ બનશે અને રોકાણને લગતા કાર્યો સંપન્ન થશે.
નેગેટિવઃ- ઘરની કોઇ મોંઘી ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે. જેના કારણે અન્ય ખર્ચમાં કાપ મુકવો પડી શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે વિવાદ થવાથી પારિવારિક સંબંધોમાં ખટાસ આવી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.
સ્વાસ્થ્યઃ- ખાનપાન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- કોઇ અનુભવી વ્યક્તિના માર્ગદર્શનથી અનેક મુશ્કેલીઓનું નિવારણ થઇ શકે છે. તમે હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લો. કોઇ પૂર્વ યોજનાને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. વિદ્યાર્થીઓને પણ પ્રતિયોગી પરીક્ષામાં સારું પરિણામ પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. અશુભ વિચાર મનમાં આવશે. દેખાડાના ચક્કરમાં ઉધાર લેવાથી બચવું. ખર્ચ કરતી સમયે પોતાના બજેટનું પણ ધ્યાન રાખો.
વ્યવસાયઃ- કરિયર સાથે જોડાયેલી સમસ્યાઓનું નિવારણ આવી શકે છે.
લવઃ- બાળકોને લગતી કોઇ સમસ્યાને લઇને પતિ-પત્ની વચ્ચે વિવાદ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- થોડો સમય પોતાના આરામ માટે કાઢવો પણ જરૂરી છે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- આજે કોઇ નજીકના મિત્ર સાથે અચાનક જ મુલાકાત થઇ શકે છે અને વધારે સુકૂન પણ પ્રાપ્ત થશે. સામાજિક સંબંધોની સીમા વિસ્તૃત થશે. બાળકો સાથે થોડો સમય પસાર કરવો તેમને સુરક્ષાની ભાવના પ્રદાન કરશે.
નેગેટિવઃ- તમારા કાર્યોને સહજ રીતે સંપન્ન કરો. ઉતાવળના ચક્કરમાં થોડા મહત્ત્વપૂર્ણ કાર્યો છૂટી શકે છે. કોઇપણ જગ્યાએ રોકાણ કરતા પહેલાં તેના બધા જ સ્તર અંગે યોગ્ય ચર્ચા-વિચારણા કરી લો.
વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.
લવઃ- ઘરનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- બાળકોનું કોઇ મનગમતી સ્કૂલમાં એડમિશન થઇ જવાથી રાહત મળી શકે છે. પારિવારિક જવાબદારીઓને ઘરના સભ્યો વચ્ચે વહેંચી લેવાથી તમે તમારા વ્યક્તિગત કાર્યો માટે પણ સમય કાઢી શકશો.
નેગેટિવઃ- રૂપિયાને લગતી ઉધારીની લેવડ-દેવડ બિલકુલ કરશો નહીં. કોઇ નકારાત્મક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી માનહાનિનું કારણ બની શકે છે. અન્યની વાતોમાં આવશો નહીં અને તમારા વિવેક અને કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો.
વ્યવસાયઃ- વ્યવસાયમાં નાની-મોટી પરેશાનીઓ સામે આવી શકે છે.
લવઃ- પારિવારિક વાતાવરણ પોઝિટિવ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી નાની-મોટી પરેશાનીઓ રહેશે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- ઘર કે વ્યવસાયને લગતા નવા કાર્યો શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. ઘરના નિર્માણને લગતા અટવાયેલાં કાર્યો ફરી ગતિમાં આવી શકે છે. થોડા સમયથી તમને જે વસ્તુની શોધ હતી તે આજે પ્રાપ્ત થઇ શકે છે.
નેગેટિવઃ- તમારા થોડા સપના અધૂરા રહેવાથી મન નિરાશ રહેશે. ઉતાવળમાં કરેલાં કાર્યોના કારણે હાનિ ભોગવવી પડી શકે છે. તમે જેમના ઉપર વધારે વિશ્વાસ કરો છો તે તમારી સાથે કોઇ ગડબડ કરી શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ પહેલાની જેમ જ ચાલતી રહેશે.
લવઃ- પતિ-પત્નીનું એકબીજા સાથે તાલમેલમાં થોડો ઘટાડો આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્ત્રીઓને સાંધાના દુખાવામાં પરેશાની રહી શકે છે.