Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીનું ગુરુવારે (28 માર્ચ) રાત્રે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેને જેલમાંથી રાત્રે 8:25 કલાકે રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં ઉલ્ટીની ફરિયાદ અને બેભાન અવસ્થામાં લઈ જવામાં આવ્યો હતો. 9 ડૉક્ટરોએ તેની સારવાર કરી, પરંતુ તેને બચાવી શકાયો નહીં. તેમના મૃતદેહને લઈને પ્રશાસનનો કાફલો બાંદાથી ગાઝીપુર પહોંચ્યો છે.


આ પહેલા શુક્રવારે 3 ડોક્ટરોની પેનલ સહિત 5 લોકોની ટીમે મુખ્તારનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. પોસ્ટમોર્ટમ સવારે 11 વાગ્યે શરૂ થયું અને બપોરે 1.30 વાગ્યા સુધી ચાલ્યું. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું છે.

મુખ્તારના મૃતદેહને રાતે 1.15 વાગ્યે રોડ માર્ગે ગાઝીપુરમાં તેના પૈતૃક ઘરે લાવવામાં આવ્યો હતો. આજે સવારે 10 વાગ્યે કાલી બાગ કબ્રસ્તાનમાં તેને સુપુર્દ એ ખાક કરવામાં આવશે.

આ દરમિયાન મુખ્તારના પુત્ર ઓમરે બાંદા ડીએમને પત્ર લખ્યો હતો. પિતા મુખ્તારનું પોસ્ટમોર્ટમ દિલ્હી એમ્સમાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમારા પરિવારને બાંદાની મેડિકલ સિસ્ટમ પર વિશ્વાસ નથી. બીજી તરફ, બાંદા ડીએમની ભલામણ પર, સીજેએમએ મુખ્તારના મૃત્યુની ન્યાયિક તપાસના આદેશ જારી કર્યા છે.