કારતક મહિનાના વદ પક્ષના છેલ્લાં 3 દિવસ ભગવાન ભોળાનાથની પૂજા માટે ખાસ રહેશે. આ દિવસોમાં પ્રદોષ, શિવરાત્રિ અને અમાસનો સંયોગ બની રહ્યો છે. શિવ પુરાણ પ્રમાણે આ દિવસોમાં દૂધ અને ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને આખો દિવસ વ્રત રાખીને ભગવાનની ખાસ પૂજા કરો. આવું કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે સાથે જ ઉંમર પણ વધે છે.
કારતક મહિનાના પ્રદોષ, શિવ ચૌદશ અને અમાસના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી જળ અને દૂધ ચઢાવવાથી ભગવાન ભોળાનાથનો અભિષેક કરવો જોઈએ. તે પછી શિવલિંગ ઉપર મદાર, ધતૂરો અને બીલીપત્ર ચઢાવો. સાથે જ, શિવજીને સિઝનલ ફળનો ભોગ ધરાવવો જોઈએ. આ ત્રણ દિવસોમાં ગોળ, તલ અને અનાજનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે. આ સામગ્રીનું દાન કરવાથી શારીરિક પરેશાનીઓ દૂર થાય છે.
આ દિવસે વ્રત રાખો અને સાંજે સૂર્યાસ્ત સમયે શિવપૂજા કરવી જોઈએ. આ દિવસે શિવલિંગ ઉપર બીલીપાન અને સફેદ ફૂલોની માળા ચઢાવવી. સાથે જ ઘીનો દીવો પ્રગટાવવો. માટીના માટલામાં પાણી ભરીને શિવ મંદિરમાં દાન કરો.
આ દિવસે માસિક શિવરાત્રિ વ્રત કરવામાં આવે છે. આ તિથિએ ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવી જોઈએ. આ દિવસે દેવી પાર્વતીને સૌભાગ્યની સામગ્રી એટલે 16 શ્રૃંગાર ચઢાવવામાં આવે છે. જેથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધે છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.