એપલ સપ્લાયર ફોક્સકોને ભારતમાં તેના ભરતી એજન્ટોને આઈફોન એસેમ્બલી કામદારો માટે નોકરીની જાહેરાતોમાં વય, લિંગ અને વૈવાહિક સ્થિતિના માપદંડનો ઉપયોગ કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. રોયટર્સના એક અહેવાલમાંથી આ માહિતી મળી છે.
કંપનીએ આ નિર્ણય રોયટર્સ દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ લીધો છે. આ તપાસમાં જાણવા મળ્યું કે, ફોક્સકોનના ભારતીય રિક્રુટર્સે ચેન્નાઈ નજીક શ્રીપેરમ્બુદુરમાં તેમની મેન ફેક્ટરીમાં નોકરી માટે પરિણીત મહિલાઓને નોકરી પર રાખ્યા ન હતા.
ફોક્સકોન એસેમ્બલી-લાઇન કામદારોની ભરતી કરવા માટે તૃતીય-પક્ષ હાયરિંગ એજન્સીઓ પર આધાર રાખે છે. આ એજન્સીઓ ફાઇનલ ઇન્ટરવ્યૂ અને ફોક્સકોન ખાતે ભરતી પહેલા ઉમેદવારોની સ્કાઉટિંગ અને સ્ક્રીનિંગ કરે છે.