Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કંબોડિયામાં ફસાયેલા 250 ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા 3 મહિનામાં 75 લોકોને બચાવી લેવાયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી હતી.

જયસ્વાલે કહ્યું, "આ ભારતીયોને નોકરીની લાલચ આપીને કંબોડિયા લઈ જવામાં આવ્યા હતા. આ પછી તેઓને ત્યાં સાયબર ફ્રોડ સંબંધિત કામ કરાવવામાં આવ્યા હતા. લગભગ 5 હજાર ભારતીયો હજુ પણ કંબોડિયામાં ફસાયેલા છે. તેમને પાછા લાવવાના પ્રયાસો ચાલુ છે."

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર કંબોડિયામાં ભારતીયોને બળજબરીથી રાખવામાં આવ્યા. આ લોકોને ભારતના નાગરિકો સાથે સાયબર છેતરપિંડી કરવાની ફરજ પાડવામાં આવી હતી. સરકારનો અંદાજ છે કે છેલ્લાં છ મહિનામાં છેતરપિંડી કરનારાઓએ ભારતમાં લોકો સાથે રૂ. 500 કરોડની છેતરપિંડી કરી છે.