રાજકોટના હિરાસર ખાતે આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠ્યા બાદ હવે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
આવેદનમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, રાજકોટના આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટમાં પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે તેવી વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. પારદર્શક વહીવટનો પરપોટો ફૂટી ગયો છે. અમારી જાણ મુજબ એરપોર્ટ ઓથોરિટીના ટેન્ડરમાં પણ કોઇ વાહન દસ મિનિટથી વધુ પાર્ક કરવામાં આવે તો જ પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે તેવી જોગવાઇ છે. ગેસ્ટ મૂકવા આવે તો તેને દસ મિનિટ સુધી કોઇપણ જાતનો પાર્કિંગ ચાર્જ ચૂકવવામાં આવતો નથી, પરંતુ તેમ છતાં સત્તાના જોરે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી પાર્કિંગના નામે બેફામ તોડબાજી ચાલુ છે.