CEAT ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (ISRL) તેની પહેલી સિઝનમાં જ ભારતમાં મોટરસ્પોર્ટ્સના ક્ષેત્રે ઈતિહાસ સર્જવા જઈ રહી છે. આ લીગમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ પહેલી સિઝનની બીજી રેસનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદમાં તારીખ 11 ફેબ્રુઆરીએ એકા ક્લબ (ટ્રાન્સસ્ટેડિયા અરેના) ખાતે સુપરક્રોસની મેચ યોજાશે.
CEAT ISRLના સહ-સ્થાપક અને લિલેરિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વીર પટેલે જણાવ્યું હતું કે 'ગુજરાતે મારો જુસ્સો શોધવા માટે મને પહેલું પ્લેટફોર્મ આપ્યું છે અને આજે હું મારા રાજ્યે મને આપેલો સહકાર, પ્રેમ તથા માર્ગદર્શન માટે આભારી છું. સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ એ માત્ર રેસિંગ માટે જ નથી, તે ભારતમાં મોટરસ્પોર્ટ્સના મૂળ સારને પુનઃવ્યાખ્યાયિત કરવાની એક સફર છે.' તેમણે વધુમાં કહ્યું કે 'લગભગ 80 ટકા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ સાથે પોડિયમ માટે 48 રાઇડર્સ સ્પર્ધા કરી રહ્યા છે જે CEAT ISRLની ગ્લોબલ અપીલ દર્શાવે છે. આ ફ્રેન્ચાઇઝી આધારિત સુપરક્રોસ રેસ એક અનન્ય પ્રકારની રેસ છે અને અમે ભારતને સુપરક્રોસ વિશ્વના કેન્દ્રસ્થાને લાવવાનું લક્ષ્ય ધરાવીએ છીએ.'
સિઝન-1ની પ્રથમ રેસ પૂણે ખાતે યોજાઈ હતી, જેમાં 10,000થી વધુ પ્રેક્ષકોએ ચાર કેટેગરીમાં ફેલાયેલા આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન અને ઉભરતી ભારતીય પ્રતિભાઓને ચિયરઅપ કર્યુ હતું. 450સીસી ઈન્ટરનેશનલ રાઈડર્સ, 250સીસી ઈન્ટરનેશનલ રાઈડર્સ, 250સીસી ઈન્ડિયા-એશિયા મિક્સ અને 85સીસી જુનિયર ક્લાસ. વિશ્વના વિવિધ ખૂણેથી ટોચના રાઇડર્સ ભારતમાં ભેગા થઈ રહ્યા છે ત્યારે આ સિરીઝ વૈશ્વિક સ્તરે સુપરક્રોસમાં પ્રભુત્વ માટે અલ્ટીમેટ બેટલગ્રાઉન્ડ બની રહેશે. લીગ વિવિધ વયના અને કુશળતા ધરાવતા રાઇડર્સ માટે સુરક્ષિત અને સ્પર્ધાત્મક પ્લેટફોર્મ પુરું પાડે છે. CEAT ISRLએ ફેડરેશન ઑફ મોટર સ્પોર્ટ્સ ક્લબ્સ ઑફ ઈન્ડિયા (FMSCI) દ્વારા માન્યતા પ્રાપ્ત છે