બ્રિટનનાં નવા વડાંપ્રધાન લિઝ ટ્રસને સત્તામાં આવ્યે હજુ પચાસ દિવસ પણ નથી થયા, પરંતુ તેમની સામે નવા નવા પડકારો સર્જાતા રહે છે. હવે તેમની મુશ્કેલી ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને અટકાવવાની છે. આ સમજૂતીનો અમલ કરવાની ડેડલાઇન પણ આ મહિનાના અંતે છે, પરંતુ બ્રિટનનું કહેવું છે કે, હજુ અનેક મુદ્દાનો ઉકેલ લાવવાનો બાકી છે.
અહેવાલો પ્રમાણે, આ સમજૂતી અટકવાનું કારણ ગૃહમંત્રી સુએલા બ્રેવરમેની ટિપ્પણીઓ છે. ભારતીય મૂળના બ્રેવરમેને કહ્યું હતું કે તેમને ડર છે કે આ સમજૂતીથી બ્રિટનમાં ભારતીયોનું પૂર આવી શકે છે. ભારતે ફક્ત બે દેશ સંયુક્ત આરબ અમીરાત અને ઓસ્ટ્રેલિયા સાથે જ આવી સમજૂતી કરી છે. બીજી તરફ, ભારતનું કડક વલણ ટ્રસને વધુ રાહત આપવા મજબૂર કરી શકે છે કારણ કે તેમના પર આ સમજૂતીનો અમલ કરવાનું દબાણ વધુ છે.