પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વધુ એક જમીન કૌભાંડમાં ફસાયા છે. રવિવારે ખાન, તેમની બહેન ઉઝમા અને પતિ ઉપરાંત પંજાબ પ્રાંતના પૂર્વ મુખ્યમંત્રી ઉસ્માન બુઝદાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
આરોપ છે કે ખાને બહેન ઉઝમા અને તેના પતિના નામે 625 એકર જમીન ખરીદી હતી. તેની બજાર કિંમત 600 કરોડ રૂપિયા છે. ખાસ વાત એ છે કે ખાને આ જમીન માત્ર 13 કરોડ પાકિસ્તાની રૂપિયામાં ખરીદી હતી.
આ પહેલા ખાન પર અલ કાદિર ટ્રસ્ટને 60 અબજ રૂપિયાની જમીન ગિફ્ટ કરવાનો આરોપ હતો. ખાન ઉપરાંત તેમની પત્ની બુશરા બીબી અને બુશરાના મિત્ર ફરાહ ગોગી પણ આ કેસમાં આરોપી છે. ખાન અને બુશરા જામીન પર બહાર છે, જ્યારે ફરાહ ફરાર છે.