Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈરાનમાં લગભગ એક મહિનાથી ચાલી રહેલા હિજાબવિરોધી દેખાવો 30 શહેરોમાં ફેલાઈ ચૂક્યા છે. સરકાર દમન કરવા છતાં દેખાવોને અટકાવી શકી નથી. દરમિયાન સરકારના દમનની વધુ એક ઘટના સામે આવી. ઈરાનના શિક્ષણમંત્રીએ કહ્યું કે હિજાબવિરોધી સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થિનીઓની માનસિક સ્થિતિ યોગ્ય નથી. તેઓ માનસિક રોગથી પીડિત છે એટલા માટે તેમને માનસિક રોગોની હોસ્પિટલમાં દાખલ કરાઈ રહી છે. જેના લીધે આ વિદ્યાર્થીઓના મગજમાં ઉપજી રહેલા અસામાજિક વ્યવહારને સુધારી શકાય. સેંકડો માતા-પિતા પોતાનાં બાળકો વિશે જાણતાં જ નથી કે હાલ તેઓ ક્યાં છે?


ગુરુવારે ઈરાનની પોલીસે કુર્દિશ્તાનમાં હિજાબવિરોધી દેખાવકારો પર ફરી ફાયરિંગ અને લાઠીચાર્જ કર્યો હતો. કુર્દિશ્તાનનાં 10 શહેરોમાં ઉગ્ર દેખાવો યથાવત્ છે. પોલીસ ફાયરિંગમાં 210થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. સેંકડો ઘવાયા છે. 2000થી વધુની ધરપકડ કરાઈ છે. કુર્દિશ્તાનના કરમનશાહ શહેરમાં દેખાવકારોની પોલીસ સાથે હિંસક અથડામણ પણ થઈ હતી. તેમાં બે પોલીસકર્મી મૃત્યુ પામ્યાના અહેવાલ હતા.

આંદોલન સામે પોલીસ લાચાર, રિવોલ્યૂશનરી ગાર્ડ તહેનાત
ઈરાનમાં હિજાબવિરોધી દેખાવોને કચડી નાખવામાં પોલીસ નિષ્ફળ રહી. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રહિસીની સરકારની નિષ્ફળતાને જોતા સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખોમેનીએ હવે આંદોલનને કચડી નાખવા કુર્દિશ્તાનમાં રિવોલ્યૂશનરી ગાર્ડ્સ તહેનાત કર્યા છે. 16 સપ્ટેમ્બર પછી જ્યારે આંદોલનમાં ઉગ્રતા આવી તો પોલીસ પાસે સમગ્ર જવાબદારી હતી પણ તેના પછી પોલીસને હટાવી ખોમેનીના વિશ્વસનીય રિવોલ્યૂશનરી ગાર્ડ્સને જવાબદારી સોંપાઈ હતી. સરકાર હવે આ રીતે આંદોલનને દબાવવા ઈચ્છે છે.