ગુજરાત અને અમદાવાદમાં હોમ, કિચન અને આઉટડોર બિઝનેસમાં વાર્ષિક ધોરણે 30%ની વૃદ્ધિ થવાની સાથે-સાથે સમગ્ર ભારતમાં ઑનલાઇન ડેસ્ટિનેશન પર ખરીદી કરનારા નવા ગ્રાહકોમાં આશરે 20% વૃદ્ધિ થઈ છે. આ પ્રદેશમાં સ્પોર્ટ્સ અને ફિટનેસને લગતી પ્રોડક્ટ્સની માંગમાં 20%નો વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં ક્રિકેટ સંબંધિત ચીજવસ્તુઓમાં વાર્ષિક ધોરણે 60% વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં યોગ માટે આવશ્યક ચીજોની માંગમાં વાર્ષિક ધોરણે 40% વૃદ્ધિ થઈ છે.
Amazon.in દ્વારા ગુજરાત અને અમદાવાદમાં ગ્રાહકોની શોપિંગ ટ્રેન્ડ પર અભ્યાસ કરાયો હતો. અભ્સાયમાં કેટલાક મુદ્દા ધ્યાનમાં આવ્યા, તેમાં ગ્રાહકો ટકાઉક્ષમ જીવન તરફ આગળ વધી રહ્યા, સગવડ, સુખાકારી અને સુરક્ષામાં લોકોની રુચિમાં વધારો, પ્રીમિયમ લાઇફસ્ટાઇલને લગતી પ્રોડક્ટ્સની વધી રહેલી માંગ, DIY અને ઓટો પ્રોડક્ટની પ્રાધાન્યતાનો સમાવેશ થતો હોવાનું હોમ, કિચન એન્ડ આઉટડોર વિભાગના ડાયરેક્ટર કે. એન. શ્રીકાંતે જણાવ્યું હતું. ગ્રાહકો પર્યાવરણ પ્રત્યે વધુ સભાન બની રહ્યા હોવાથી 2024માં 4,000 સોલાર પેનલનું વેચાણ તો ગુજરાતમાં જોવાયું છે, ઉપરાંત રોજના એક ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ થતું હોવાનું જોવાયું હોવાનું વધુમાં તેમણે કહ્યું હતું.