પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા રાજ્યના બાજૌરમાં રવિવારે એક રાજકીય રેલી દરમિયાન બ્લાસ્ટ થયો હતો. પોલીસે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર- 44 લોકોના મોત થયા છે અને 200 લોકો ઘાયલ છે. ઘટના બાજૌરના ખાર વિસ્તારની છે. શાસક ગઠબંધનનો ભાગ જમીયત ઉલેમા ઇસ્લામ ફઝલ (JUI-F)ની રેલી અહીં ચાલી રહી હતી.
પાર્ટીએ કહ્યું- 44 કાર્યકરો માર્યા ગયા
JUI-Fના વરિષ્ઠ નેતા હાફિઝ હમદુલ્લાહ આ રેલીને સંબોધિત કરવાના હતા, પરંતુ કોઈ કારણોસર તેઓ અહીં પહોંચી શક્યા ન હતા. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં હાફિઝે કહ્યું- આ વિસ્ફોટમાં અમારા લગભગ 35 કાર્યકરો માર્યા ગયા છે. હું આ ઘટનાની નિંદા કરું છું. આવા હુમલાઓથી અમારું મનોબળ ઓછું નહીં થાય.
હાફિઝે આગળ કહ્યું- આ પ્રકારના હુમલા ભૂતકાળમાં પણ થતા રહ્યા છે. તેમની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. અમને કોઈપણ પ્રકારની સુરક્ષા પણ આપવામાં આવતી નથી. અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું.